મોનિટર શું છે? - કમ્પ્યુટર Monitor વિશે જાણકારી
આજે આપણે કમ્પ્યુટરના એવા ભાગ વિશે વાત કરીશું જેના લીધે આપણે કમ્પ્યુટરમાં મનોરંજન કરી શકીએ છે અને પોતાના ઇચ્છિત કામોને કરી શકીએ છે. આજે આપણે મોનિટર (Monitor) વિશે વાત કરીશું. તમે મોનિટર વગરના કમ્પ્યુટરની કલ્પના જ નહીં કરી શકો કારણ કે મોનિટરને લીધે આપણે કમ્પ્યુટરમાં બધુ જ જોઈ શકીએ છે તો ચાલો આજે આપણે મોનિટર વિશે જાણીએ કે આ મોનીટર શું છે? તેના વિશે ઘણી માહિતી જાણીએ. મોનિટર શું છે? - What is Monitor in Gujarati? સૌથી પહેલું કમ્પ્યુટર મોનિટર ક્યારે આવેલું? મોનિટરને આઉટપુટ ડિવાઇસ કેમ કહેવાય છે? મોનિટરના પ્રકાર મોનિટર શું છે? - What is Monitor in Gujarati? મોનિટર એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે જેમાં તમને કમ્પ્યુટરની બધી માહિતી અને અન્ય ચલચિત્ર જોવા મળે છે. મોનિટર એક એવું મશીન છે જે કમ્પ્યુટરની માહિતી સ્ક્રીન પર બતાવે છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણને મોનિટરમાં દેખાય છે, મોનિટરને કારણે આપણે કમ્પ્યુટરના સોફ્ટવેર અને...