ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી
ભારતમાં અત્યારે અબજો ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે અને UPI એ ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવી છે. હવે UPI ની આટલી મોટી સફળતા બાદ ભારત સરકારે હવે “ડિજિટલ રૂપી (Digital Rupee)” ની રજૂઆત કરી છે. UPI આટલું સરસ ચાલી રહ્યું છે તો ભારત સરકારે કેમ ડિજિટલ રૂપી લોન્ચ કર્યું? ડિજિટલ રૂપી શું છે? તે કેવી રીતે કામ કરે છે? આવા ઘણા સવાલ છે જે આજે આપણે જાણીશું. ચાલો જાણીએ ડિજિટલ રૂપી વિશે માહિતી. Table of Contents ડિજિટલ રૂપી શું છે? – What is Digital Rupee? જે રીતે આપણે ભૌતિક સ્વરૂપમાં રૂપિયાના સિક્કા અને 100, 200, 500 રૂપિયાની નોટ કેશમાં રાખીએ છીએ એ જ રીતે ડિજિટલ રૂપી પણ આ કેશ નોટ અને સિક્કાઓનું એક ડિજિટલ રૂપ છે. ડિજિટલ રૂપી આપણાં ભારતીય રૂપિયાનું એક ડિજિટલ રૂપ છે. આ ડિજિટલ રૂપીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ ડિજિટલ રૂપી બ્લોકચેન ટેક્નોલોજી ઉપર આધારિત છે જેના દ્વારા ખૂબ જ સુરક્ષિત રીતે આ ડિજિટલ રૂપીને સ્ટોર કરવામાં આવશે. આ ડિજિટલ રૂપીને સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency) પણ કહેવામાં આવે છે. સેંન્ટ્રલ બેન્ક...