Posts

Showing posts from 2023

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

Image
  ભારતમાં અત્યારે અબજો ટ્રાન્ઝેક્શન  UPI  દ્વારા થાય છે અને UPI એ ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવી છે. હવે UPI ની આટલી મોટી સફળતા બાદ ભારત સરકારે હવે “ડિજિટલ રૂપી (Digital Rupee)” ની રજૂઆત કરી છે. UPI આટલું સરસ ચાલી રહ્યું છે તો ભારત સરકારે કેમ ડિજિટલ રૂપી લોન્ચ કર્યું? ડિજિટલ રૂપી શું છે? તે કેવી રીતે કામ કરે છે? આવા ઘણા સવાલ છે જે આજે આપણે જાણીશું. ચાલો જાણીએ ડિજિટલ રૂપી વિશે માહિતી. Table of Contents ડિજિટલ રૂપી શું છે? – What is Digital Rupee? જે રીતે આપણે ભૌતિક સ્વરૂપમાં રૂપિયાના સિક્કા અને 100, 200, 500 રૂપિયાની નોટ કેશમાં રાખીએ છીએ એ જ રીતે ડિજિટલ રૂપી પણ આ કેશ નોટ અને સિક્કાઓનું એક ડિજિટલ રૂપ છે. ડિજિટલ રૂપી આપણાં ભારતીય રૂપિયાનું એક ડિજિટલ રૂપ છે. આ ડિજિટલ રૂપીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ ડિજિટલ રૂપી  બ્લોકચેન ટેક્નોલોજી  ઉપર આધારિત છે જેના દ્વારા ખૂબ જ સુરક્ષિત રીતે આ ડિજિટલ રૂપીને સ્ટોર કરવામાં આવશે. આ ડિજિટલ રૂપીને  સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency)  પણ કહેવામાં આવે છે. સેંન્ટ્રલ બેન્ક...

પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવવાની રીત

Image
આજે આપણે એક નવી વેબસાઇટ વિશે જાણવાના છીએ જેમાં જો તમે તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ કરશો તો તે તમને તેને કાર્ટૂનમાં ફેરવીને આપશે. ચાલો જાણીએ પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવતી વેબસાઇટ! સૌપ્રથમ તમે  newprofilepic.com  વેબસાઇટ ઉપર જાવો અને તેમાં પોતાનો ફોટો અપલોડ કરો. હવે તમે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ ઇફેક્ટ સિલેક્ટ કરો અને ત્યારબાદ તમે તે ફોટાને ડાઉનલોડ કરો. આ રીતે તમે આ વેબસાઇટમાં પોતાના ફોટાને અપલોડ કરીને તેને કાર્ટૂનમાં ફેરવી શકો છો. આશા છે કે આ વેબસાઇટ તમને ઉપયોગી થશે.

Android Auto શું છે? કાર ચલાવનાર લોકો માટે ગૂગલની એક ઉપયોગી એપ્લિકેશન!

  Android Auto એક મોબાઇલ એપ્લિકેશન છે જેને   ગૂગલ   દ્વારા કાર ચાલકો માટે બનાવવામાં આવી છે. તમે જોયું હશે કે અલગ-અલગ ગાડીઓમાં “ ઇન્ફોટેનમેંટ ” સિસ્ટમ હોય છે એટલે કે એક ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે જેના દ્વારા ગાડીમાં અલગ-અલગ કામો કરવામાં આવે છે. Video Source: www.android.com આ ટચસ્ક્રીન દ્વારા તમે જાણકારી અને મનોરંજન બંને લઈ શકો છો જેના કારણે તેને “ઇન્ફોટેનમેંટ (Infotainment)” સિસ્ટમ કહેવાય છે. Android Auto એપ દ્વારા તમે તમારા સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો. તમે સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સાથે વાયરલેસ અને USB દ્વારા પણ કનેક્ટ કરી શકો છો. Android Auto ને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવાથી તમે અલગ-અલગ કામો કરી શકો છો. જેમ કે… ફોન પકડ્યા વગર કોલ પર વાતો કરવી. મનોરંજન માટે ગીતો સાંભળવા. ગૂગલ અસિસ્ટંટ  સાથે વાત-ચિત કરવી નેવિગેશન માટે  ગૂગલ મેપ નો ઉપયોગ કરવો. ઇન્ટરનેટ  સાથે કનેક્ટિવિટી ઓડિઓ બૂક અને  પોડકાસ્ટ  સાંભળવા સમાચારો સાંભળવા ટૂંકમાં જણાવું તો Android Auto દ્વારા સ્માર્ટફોનને તમારા ગાડીના ઇન્ફોટેનમેંટ સિ...