HTML શું છે? HTML ભાષા વિશે જાણકારી

ચાલો જાણીએ HTML શું છે? HTML ભાષા વિશે માહિતી | What is HTML in Gujarati? Let's learn about HTML language in Gujarati Language.

મિત્રો આજે આપણે HTML ભાષા વિશે માહિતી જાણીશું, આ HTML ભાષાનો ઉપયોગ વેબપેજ બનાવવા માટે થાય છે તો ચાલો આપણે જાણીએ.

HTML શું છે? HTML ભાષા વિશે જાણકારી

HTML શું છે?

  • HTML દ્વારા તમે કોઈ પણ વેબસાઇટમાં શું સામગ્રી મૂકવી છે એ તમે નક્કી કરી શકો છો, એટલે કે HTML દ્વારા તમે કોઈ વેબસાઇટમાં "ટેક્સ્ટફોટોવિડિયોGIFઓડિઓફકરો" વગેરે લગાવી શકો છો.
  • HTML ભાષામાં તમારે ટેગની ("<>") મદદથી કોડિંગ કરવાનું હોય છે, જે ઘણું સહેલું પણ છે.
  • HTML ભાષાની મદદથી તમે વેબપેજમાં લિન્ક લગાવી શકો છો જેથી યુઝર જો તે લિન્ક પર ક્લિક કરે તો તે બીજી વેબસાઇટ પર પહોચે છે.
  • HTML ની મદદથી તમે લખાણને બોલ્ડઇટાલિકઅંડરલાઇનલિસ્ટમાંનંબર દ્વારા જેવી વગેરે ફોર્મેટિંગ કરી શકો છો.

HTML નું પૂરું નામ શું છે

HTML નું પૂરું નામ "હાઇપર ટેક્સ્ટ માર્કપ લેન્ગ્વેજ (Hypertext Markup Language)" છે.

HTML માં "હાઇપર ટેક્સ્ટ" નો અર્થ શું છે?

HTML ભાષામાં હાઇપર ટેક્સ્ટ એટલે "લિન્ક", લિન્કની મદદથી એક કે તેનાથી વધારે પોતાની વેબસાઇટ અથવા બીજાની વેબસાઇટને કનેક્ટ કરી શકાય છે.

યુઝર આ "લિન્ક" પર ક્લિક કરીને એક વેબસાઇટના બીજા વેબપેજમાં અથવા બીજી વેબસાઇટના વેબપેજ પર પહોચી શકે છે.

માર્કઅપ ભાષા શું છે?

  • માર્કપ ભાષા એટલે એવી કમ્પ્યુટર ભાષા જેમાં ટેગ અથવા સિમ્બોલનો ઉપયોગ કરીને કયો ટેક્સ્ટ અથવા અન્ય કન્ટેન્ટને ક્યાં કેવી રીતે બતાવવાનું છે એ નક્કી કરી શકાય.
  • માર્કપ ભાષામાં અલગ - અલગ ટેગનો ઉપયોગ થાય છે જેમ કે <body><titile> વગેરે…
  • આ ટેગની વચ્ચે તમે લખાણ મુકશો તો જે ટેગ જે કામ માટે વપરાય છે એ પ્રમાણે તે વચ્ચે મૂકેલું લખાણ વેબસાઇટ અથવા વેબપેજમાં દેખાશે.
  • ઉદાહરણ તરીકે <b> Hello </b> આવી રીતે તમે HTML માં કોડ લખશો તો <b> ટેગનો અર્થ બોલ્ડ થાય છે, એટલે આ ટેગની વચ્ચે લખાણ મૂકીએ તો તે લખાણ ઘાટું થઈ જાય છે.
  • માર્કપ ભાષામાં ઘણી જાણીતી ભાષાઓના નામ આવે છે જેમ કે "HTMLXMLXHTML,"

વેબ પેજ એટલે શું?

  • વેબ પેજ એટલે કોઈ વેબસાઇટનું એક પેજ, વેબ પેજ એક વેબસાઇટનો જ ભાગ હોય છે, આ વેબ પેજનું એક અલગ URL એડ્રેસ હોય છે.
  • ઉદાહરણ તરીકે "Techzword" એક વેબસાઇટ છે જેનું મુખ્ય URL એડ્રેસ "www.techzword.com" છે, હવે તમે આ વેબસાઇટની કોઈ પોસ્ટ વાંચતાં હોવ જેમ કે "કમ્પ્યુટરની માહિતી આપતી પોસ્ટ" તો આ એક “વેબ પેજ” કહેવાય છે.
  • એક વેબ પેજમાં તમને લખાણમથાડુંફકરોફોટોવિડિયોઓડિઓલિન્ક વગેરે જોવા મળે છે.
  • જો તમને બીજું સરળ ઉદાહરણ આપું તો એક પુસ્તક (Book) છે, એ પુસ્તક આખી વેબસાઇટ છે અને તે પુસ્તકના જે પાનાં (Page) છે એ વેબસાઇટના વેબ પેજ છે.

HTML અને વેબ બ્રાઉઝરનો સબંધ

  • આપણે HTML ભાષામાં જે પણ કોડ લખીએ છીએ તો તે કોડને એક વખત HTML ફાઇલમાં સેવ કર્યા બાદ, તે HTML ફાઇલ વેબ બ્રાઉઝરમાં ખૂલે છે,
  • કારણ કે HTML ભાષા વેબસાઇટ ડેવલોપ કરવા માટે ઉપયોગી થાય છે, HTML ભાષામાં જે કોડ લખાય છે તો તે કોડ પર પ્રોસેસ (Render) કરીને વેબ બ્રાઉઝર તે HTML ફાઇલને યુઝરને બતાવે છે.
  • HTML ભાષામાં વપરાયેલા ટેગ છોડીને તેમાં જે કન્ટેન્ટ છે એટલે કે લખાણ, ફોટો, વિડિયો વગેરે, તે વેબ બ્રાઉઝર HTML કોડ જોઈને યુઝરને બતાવે છે.
  • HTML માં આપણે કોડ લખીએ છીએ અને તે કોડ વેબ બ્રાઉઝર જોવે છે અને તે યુઝરને આઉટપુટના સ્વરૂપમાં બતાવે છે.
મિત્રો આશા છે કે HTML ભાષા વિશે આ માહિતી તમને ઉપયોગી થશે, HTML વિશે અન્ય ઘણી બધી માહિતી અમે તમને નવી પોસ્ટમાં જણાવીશું. 

Comments

Popular posts from this blog

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML

મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!