નોટપેડ દ્વારા HTML વેબપેજ કેવી રીતે બનાવવું?
શું તમારે જાણવું છે કે એક વેબપેજ કેવી રીતે HTML ભાષામાં બનાવાય છે? તો જાણો આ રીત કે તમે HTML કોડને નોટપેડ દ્વારા વેબપેજ બનાવી શકો છો... મિત્રો, એક બેસિક HTML વેબસાઇટ બનાવવા માટે આપણે HTML ભાષામાં કોડ લખવા પડે છે અને કોડ લખવા માટે કોઈ સારું કોડ એડિટર પ્લૅટફૉર્મ જરૂરી છે. કમ્પ્યુટરમાં આપણને એક " નોટપેડ (Notepad )" નામનો પ્રોગ્રામ જોવા મળે છે જેમાં તમે HTML કોડ લખીને એક HTML ફાઇલ અથવા વેબપેજ બનાવી શકો છો. આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે HTML કોડને નોટપેડમાં સેવ કરીને (Save HTML Code into Notepad) તેને એક HTML ફાઇલ અથવા વેબપેજ બનાવી શકો છો. તમે જે પણ ઓનલાઇન HTML વેબસાઇટ જોવો છો તેની પણ એક HTML ફાઇલ હોય છે જેમાં તે વેબસાઇટના HTML કોડ સ્ટોર હોય છે, આ HTML ફાઇલ તે વેબસાઇટના સર્વર પર સ્ટોર કરેલી હોય છે, જેમ તમે URL દ્વારા તે HTML વેબસાઇટ ખોલો તેમ તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર બ્રાઉઝરમાં તે HTML ફાઇલ વેબસાઇટના સ્વરૂપમાં સ્ટોર હોય છે. નોટપેડમાં HTM...