HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML
આજની પોસ્ટમાં આપણે HTML માં આવતા એલિમેંટ (Element) વિશે માહિતી મેળવીશું. HTML Element Void Element અથવા Empty Element Nested Element HTML Element HTML ડોકયુમેંટમાં "એલિમેંટ (Element)" એટલે <> શરૂઆતના ટેગથી </> અંતિમ ટેગ સુધીનું પૂરું કન્ટેન્ટ. એટલે Starting tag થી લઈને Closing tag સુધી તેની વચ્ચે આવતું પૂરું કન્ટેન્ટ. એલિમેંટ વેબ બ્રાઉઝર ને HTML પેજનું સ્ટ્રક્ચર સમજાવે છે જેના દ્વારા વેબ બ્રાઉઝર તે એલિમેંટ સમજીને તે પેજને Render કરે છે. ઉદાહરણ તરીકે ઉપર જે તમને દેખાય છે તે બધા જ અલગ-અલગ એલિમેંટ છે. જેમાં શરૂઆતમાં Starting tag <> છે, પછી ટેગની વચ્ચે આવતી સામગ્રી (Content) છે અને અંતમાં Closing tag </> છે. આ બધા એલિમેંટ છે. Void Element અથવા Empty Element HTML માં ઘણા એવા ટેગ હોય છે જેમાં આપણને </> Close tag નથી જોવા મળતો. જેમ કે <br> અને <hr> જેવા ટેગ....