Posts

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

Image
  ભારતમાં અત્યારે અબજો ટ્રાન્ઝેક્શન  UPI  દ્વારા થાય છે અને UPI એ ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવી છે. હવે UPI ની આટલી મોટી સફળતા બાદ ભારત સરકારે હવે “ડિજિટલ રૂપી (Digital Rupee)” ની રજૂઆત કરી છે. UPI આટલું સરસ ચાલી રહ્યું છે તો ભારત સરકારે કેમ ડિજિટલ રૂપી લોન્ચ કર્યું? ડિજિટલ રૂપી શું છે? તે કેવી રીતે કામ કરે છે? આવા ઘણા સવાલ છે જે આજે આપણે જાણીશું. ચાલો જાણીએ ડિજિટલ રૂપી વિશે માહિતી. Table of Contents ડિજિટલ રૂપી શું છે? – What is Digital Rupee? જે રીતે આપણે ભૌતિક સ્વરૂપમાં રૂપિયાના સિક્કા અને 100, 200, 500 રૂપિયાની નોટ કેશમાં રાખીએ છીએ એ જ રીતે ડિજિટલ રૂપી પણ આ કેશ નોટ અને સિક્કાઓનું એક ડિજિટલ રૂપ છે. ડિજિટલ રૂપી આપણાં ભારતીય રૂપિયાનું એક ડિજિટલ રૂપ છે. આ ડિજિટલ રૂપીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ ડિજિટલ રૂપી  બ્લોકચેન ટેક્નોલોજી  ઉપર આધારિત છે જેના દ્વારા ખૂબ જ સુરક્ષિત રીતે આ ડિજિટલ રૂપીને સ્ટોર કરવામાં આવશે. આ ડિજિટલ રૂપીને  સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency)  પણ કહેવામાં આવે છે. સેંન્ટ્રલ બેન્ક...

પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવવાની રીત

Image
આજે આપણે એક નવી વેબસાઇટ વિશે જાણવાના છીએ જેમાં જો તમે તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ કરશો તો તે તમને તેને કાર્ટૂનમાં ફેરવીને આપશે. ચાલો જાણીએ પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવતી વેબસાઇટ! સૌપ્રથમ તમે  newprofilepic.com  વેબસાઇટ ઉપર જાવો અને તેમાં પોતાનો ફોટો અપલોડ કરો. હવે તમે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ ઇફેક્ટ સિલેક્ટ કરો અને ત્યારબાદ તમે તે ફોટાને ડાઉનલોડ કરો. આ રીતે તમે આ વેબસાઇટમાં પોતાના ફોટાને અપલોડ કરીને તેને કાર્ટૂનમાં ફેરવી શકો છો. આશા છે કે આ વેબસાઇટ તમને ઉપયોગી થશે.

Android Auto શું છે? કાર ચલાવનાર લોકો માટે ગૂગલની એક ઉપયોગી એપ્લિકેશન!

  Android Auto એક મોબાઇલ એપ્લિકેશન છે જેને   ગૂગલ   દ્વારા કાર ચાલકો માટે બનાવવામાં આવી છે. તમે જોયું હશે કે અલગ-અલગ ગાડીઓમાં “ ઇન્ફોટેનમેંટ ” સિસ્ટમ હોય છે એટલે કે એક ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે જેના દ્વારા ગાડીમાં અલગ-અલગ કામો કરવામાં આવે છે. Video Source: www.android.com આ ટચસ્ક્રીન દ્વારા તમે જાણકારી અને મનોરંજન બંને લઈ શકો છો જેના કારણે તેને “ઇન્ફોટેનમેંટ (Infotainment)” સિસ્ટમ કહેવાય છે. Android Auto એપ દ્વારા તમે તમારા સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો. તમે સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સાથે વાયરલેસ અને USB દ્વારા પણ કનેક્ટ કરી શકો છો. Android Auto ને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવાથી તમે અલગ-અલગ કામો કરી શકો છો. જેમ કે… ફોન પકડ્યા વગર કોલ પર વાતો કરવી. મનોરંજન માટે ગીતો સાંભળવા. ગૂગલ અસિસ્ટંટ  સાથે વાત-ચિત કરવી નેવિગેશન માટે  ગૂગલ મેપ નો ઉપયોગ કરવો. ઇન્ટરનેટ  સાથે કનેક્ટિવિટી ઓડિઓ બૂક અને  પોડકાસ્ટ  સાંભળવા સમાચારો સાંભળવા ટૂંકમાં જણાવું તો Android Auto દ્વારા સ્માર્ટફોનને તમારા ગાડીના ઇન્ફોટેનમેંટ સિ...

HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML

Image
  આજની પોસ્ટમાં આપણે  HTML  માં આવતા  એલિમેંટ (Element)  વિશે માહિતી મેળવીશું. HTML Element Void Element અથવા Empty Element Nested Element HTML Element HTML ડોકયુમેંટમાં  "એલિમેંટ (Element)"  એટલે  <>   શરૂઆતના ટેગથી </>   અંતિમ ટેગ  સુધીનું પૂરું કન્ટેન્ટ. એટલે  Starting tag  થી લઈને  Closing tag  સુધી તેની વચ્ચે આવતું પૂરું કન્ટેન્ટ. એલિમેંટ  વેબ બ્રાઉઝર ને HTML પેજનું સ્ટ્રક્ચર સમજાવે છે જેના દ્વારા વેબ બ્રાઉઝર તે એલિમેંટ સમજીને તે પેજને  Render  કરે છે. ઉદાહરણ તરીકે ઉપર જે તમને દેખાય છે તે બધા જ અલગ-અલગ  એલિમેંટ  છે. જેમાં શરૂઆતમાં  Starting tag <>  છે, પછી ટેગની વચ્ચે આવતી  સામગ્રી (Content)  છે અને અંતમાં  Closing tag </>  છે. આ બધા એલિમેંટ છે. Void Element અથવા Empty Element HTML માં ઘણા એવા ટેગ હોય છે જેમાં આપણને  </> Close tag  નથી જોવા મળતો. જેમ કે  <br>  અને  <hr>  જેવા ટેગ....

કમ્પ્યુટરમાં પાર્ટીશન શું હોય છે?

Image
  મિત્રો તમે જ્યારે પોતાના  કમ્પ્યુટર  કે  લેપટોપમાં  એક નવું  ઓપરેટિંગ સિસ્ટમ  ઇન્સ્ટોલ કરાવો છો ત્યારે તમને ઘણી વખત પૂછવામાં આવ્યું હશે કે  તમારે કેટલા પાર્ટીશન બનાવવા છે? જો તમને  પાર્ટીશન  વિશે કોઈ આઇડિયા ન હોય તો પણ તે  કમ્પ્યુટર એક્સપર્ટ  તમને 2 કે 3 પાર્ટીશન કમ્પ્યુટર બનાવીને આપે છે. હવે તમે વિચારશો કે આ  પાર્ટીશન એટલે શું?  તો ચિંતા ન કરશો આજે આપણે  કમ્પ્યુટરના પાર્ટીશન  વિશે જાણીશું જેમાં તમને ખૂબ સરળ રીતે જાણવા મળશે. કમ્પ્યુટરમાં પાર્ટીશન એટલે શું? - What is Partition in Computer? પાર્ટીશનના પ્રકાર - Type of Partitions તમારા પીસીમાં કયા પ્રકારનું પાર્ટીશન ટેબલ છે એ કઈ રીતે ચેક કરવું? કમ્પ્યુટરમાં પાર્ટીશન કરવાના ફાયદા કમ્પ્યુટરમાં પાર્ટીશન C ડ્રાઇવ થી જ કેમ શરૂ થાય છે? કમ્પ્યુટરમાં પાર્ટીશન એટલે શું? - What is Partition in Computer? આપણે કમ્પ્યુટરમાં સ્ટોરેજ તરીકે સામાન્ય રીતે  હાર્ડ ડિસ્ક (HDD)  નો ઉપયોગ કરીએ છીએ, હાર્ડડિસ્કની સ્ટોરેજ સાઇઝ લગભગ  500 GB  કે  1 TB  ની આ...