કમ્પ્યુટર એટલે શું? | Computer વિશે જાણકારી
આજનો સમય ઇન્ટરનેટનો છે અને ઇન્ટરનેટના આ યુગમાં સૌથી જરૂરી વસ્તુ કમ્પ્યુટર (Computer) છે. કમ્પ્યુટરની જરૂર બધા જ ક્ષેત્રોમાં પડે છે. કમ્પ્યુટરની મદદથી આપણે ઘણું બધુ કામ એક સાથે કરી નાખીએ છે. કમ્પ્યુટર આવવાથી માણસનો ખૂબ સમય બચી ગયો છે. આજનો યુગ કમ્પ્યુટર વગર અધૂરો છે. કમ્પ્યુટર એક મશીન છે અને આ મશીન ઘણા બધા વ્યક્તિઓનું કામ એક સાથે કરી નાખે છે અને તેને કારણે માણસની મજૂરી અને સમય બચી જાય છે. આજે આપણે આ આધુનિક યંત્ર જેને આપણે કમ્પ્યુટર કહીએ છે તેના વિશે માહિતી મેળવીશું કે કમ્પ્યુટર એટલે શું? ( What is Computer in Gujarati? ) તેની પૂરી માહિતી મેળવીશું. કમ્પ્યુટર એટલે શું? - What is Computer in Gujarati? કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે જે કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને વ્યક્તિ જેમ કમ્પ્યુટરને આદેશ આપે એમ કમ્પ્યુટર તે કામ કરીને તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટર સંગણક તરીકે પણ ઓળખાય છે. કમ્પ્યુટરમાં કોઈ માહિતી દાખલ કરીને તેનું પરિણામ લાવી શકાય છે. વ્યક્તિ કમ્પ્યુટરને જેટલા પણ આદેશ આપે તે કમ્પ્યુટર ...